Connect with us

નર્મદા

સરદાર સરોવરના 11 દરવાજા ખોલાયા

Published

on

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 2 લાખ 8 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની જળસપાટી 132.59 મીટરે પહોંચતા સરદાર સરોવરના 11 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ આ નજારો અદભુત લાગી રહ્યો છે. ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતાં કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે આસપાસના ગામના લોકોને અવર-જવર કરવી મુશ્કેલ બની છે. સરદાર સરોવરના 11 દરવાજા ખોલાતાં કેવડિયાના 8 ગામોનો સંપર્ક પણ તુટી ગયો છે. હાલ ડેમમાંથી 2,38,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા બે કાંઠે વહી રહી છે, જ્યારે ગોરા બ્રિજ પાણીમાં ડૂબવાથી લોકોએ ગરૂડેશ્વર ફરી અને કેવડિયા આવવું પડશે. આ ઉપરાંત 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન પણ હાલ થઈ રહ્યું છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

નર્મદા

રાજપીપળામાં ચૂંટણીને લઈ અધિકારીઓએ આંતરરાજ્ય ચેક પોસ્ટની વિઝીટ કરી સમીક્ષા કરી

Published

on

By

વિધાનસભા ચુંટણીને લઈને નર્મદા જીલ્લામાં આવેલી અતિ મહત્ત્વની આંતરરાજ્ય ચેક પોસ્ટની પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક નર્મદાએ વિઝીટ કરી સમીક્ષા કરી હતી. જેમની સાથે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સૂંબે પણ સાથે રહી જરૂરી માહિતી આપી હતી.

ગુજરાત ઈલેક્શન કમિશન દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા જાહેર કરવામાં આવેલી છે. નર્મદા જીલ્લો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો હોય જે અનુસંધાને નર્મદા જીલ્લાના સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનશેરા, પાનાપરોઢી, નવાપાડા, દેવમોગરા તેમજ ડેડીયાપાડા વિસ્તારમાં કોકટી અને ડુમખલ ખાતે આંતર રાજ્ય ચેક પોસ્ટો ઉભી કરવામાં આવેલી છે. જે આંતર રાજ્ય ચેક પોસ્ટમાં ચૂંટણીને સીધી અસર કરતી ગેરકાયદેસર પ્રવૃતિને ચેક પોસ્ટ ઉપર જ ડામી દેવા માટે અસરકારક વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવે છે. જે આંતર રાજ્ય ચેક પોસ્ટોની સમિક્ષા વિઝીટ માટે પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ સંદીપ સિંહ નર્મદાની મુલાકાતે આવ્યા હતા. જેમની સાથે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સૂંબે પણ સાથે રહી જરૂરી માહિતી આપી હતી.

નર્મદા જીલ્લાના સાગબારા તથા ડેડીયાપાડા વિસ્તારમાં ઉભી કરેલી ચેક પોસ્ટોથી ગેરકાયદેસર ઇગ્લીશ દારૂ, માદક પદાર્થો તેમજ અન્ય કોઇપણ પ્રકારની ચીજ વસ્તુઓ કે જે ચૂંટણી પ્રક્રિયામાં અડચણરૂપ થાય તેવી વસ્તુઓને આ ચેક પોસ્ટ દ્વારા રોકી શકાય તે માટે પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગનાઓએ સખ્ત સુચના આપેલી છે. તેમજ આ ચેક પોસ્ટ ચૂંટણીને પર તૈનાત તમામ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક આ ચેક પોસ્ટ ઉપર કામગીરી કરવા પણ સખ્ત સુચનો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા આ આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપરથી કોઈ પણ પ્રકારની ગેરકાયરદેસર પ્રવૃતિનું વહન ન થાય તે માટે ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ હોમગાર્ડ જી.આર.ડી. તેમજ કેન્દ્રીય સુરક્ષા દળોના કર્મચારીઓને સખ્ત સુચના આપવામાં આવેલી છે. તેમજ આ સાગબારા તથા ડેડીયાપાડાના થાણા ઇન્ચાર્જને પણ આ ચેક પોસ્ટો ઉપર ચેકીંગની કામગીરી તેમજ સમયાંતરે વિઝીટ કરવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.

Continue Reading

નર્મદા

ભાજપમાંથી છેડો ફાડી નાંદોદ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરનાર હર્ષદ વસાવાની જંગી સભા

Published

on

By

હવે ચૂંટણી હાથ વેંત માંજ છે ત્યારે નર્મદા જિલ્લામાં બંને બેઠકો માટે ઉમેદવારો નો પ્રચાર ચરમ સીમાએ છે,નર્મદા ના નાંદોદ માં ભાજપ બાદ હવે અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા ને પણ મોટું જન સમર્થન મળી રહ્યું હોય તેમ લાગે છે,ભાજપમાંથી છેડો ફાડી હર્ષદ વસાવાએ અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી છે.ત્યારે હર્ષદ વસાવા નો આજે રાજપીપળામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા.

હર્ષદ વસાવા એ જણાવ્યું કે મને શકતી પ્રદર્શન કરવાની જરૂર પડી નથી પણ આ જનસમર્થન છે અને તેને કારણેજ મારી જીત નિશ્ચિત છે.લોકોના સૂચન થીજ મે આજે રોડશો કર્યો છે.તમામ કાર્યકર્તાઓ દ્વારા સહકાર છે.મારા સમર્થન માં સાચા ભાજપ કાર્યકર્તા છે પોતે ભાજપ માંથી અગાઉ તેઓ ૧૦ વર્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારે કરેલા વિકાસના કામો ગણાવ્યા ઉપરાંત ભાજપ ઉમેદવાર અને તેમના સહકારમાં રહેતા ભાજપ નેતાઓ સામે આક્ષેપ કર્યા ઉપરાંત તેમના બીજા ટર્મ માં ચૂંટણી વખતે ભાજપનાં કાર્યકર્તાઓ એજ મને હરાવવાનો પ્રયાસ કરેલો તેમ જણાવ્યું કાર્યકર્તાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાની વાત કરી હું મારા વિસ્તારના લોકો માટે જીવું છું. નોટોવાળા તમારી પાસે આવશે તો લઈ લેજો પણ વોટ આપણને હર્ષદ વસાવાએ ભાજપના હોદ્દેારો ને આડકતરી રીતે ખુલ્લી ચેલેન્જ આપી ઉપરાંત પોતાનું નિશાન કપ રકાબી હોવાથી એક ચા વાળા ગુજરાતમાંથી દિલ્હી ગયાતો બીજા ચા વાળા નાંદોદ માંથી ગાંધીનગર જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હર્ષદ વસાવા

Continue Reading

નર્મદા

ડેડીયાપાડામાં રવિન્દ્ર જાડેજાનો રોડ શો, ભાજપના ઉમેદવાર માટે કર્યો પ્રચાર

Published

on

By

નર્મદા જિલ્લાની 149 ડેડીયાપાડા બેઠક પર રાજ્યના સૌથી નાના 30 વર્ષીય યુવાનને મેદાનમાં ઉતાર્યો ઉમેદવારને જંગી મતોથી વિજેતા બનાવવા રવિન્દ્ર જાડેજા પ્રચાર માટે ડેડીયાપાડા પહોંચ્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડનું ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર રોડ શો અને જાહેર સભાઓ ગજવી રહ્યાં છે.

રવિદ્ર જાડેજાની રેલીનો રૂટ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યલય, હાટ બજાર ચોકડી ઉમેદવાર હિતેશ વસાવાના ઘરથી, ચાર રસ્તા થઈ, બસ સ્ટેશન થઈ લીમડા ચોક સુધી જવાની હતી પરંતુ અગમ્ય કારણોસર રવીન્દ્ર જાડેજા ચાર રસ્તા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાથી જ પાછા ફર્યા હતા ત્યારે ચાર રસ્તાથી લીમડા ચોક વચ્ચે ચાહકો બેટ પર સહી કરાવવા માટે રાહ જોતા રહી ગયા હતા. આ રોડ શોમાં રવિન્દ્ર જાડેજા, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા મહામંત્રી સહીત આગેવાનો જોડાયા હતો. રાજ્યમાં સૌથી નાની ઉંમરના ઉમેદવાર હિતેશ વસાવાને જીતાડવા ભાજપને મત આપવા વિનંતી કરી હતી. આદિવાસી બહુમતી ધરાવતી ડેડીયાપાડા વિધાનસભાની આ બેઠક પર સ્ટાર પ્રચારક તરીકે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.

Continue Reading
આણંદ1 day ago

ખંભાત બેઠક પર ભાજપ-કોંગ્રેસનો પ્રચાર, લગાવી રહ્યા છે એડીચોંટીનું જોર

આણંદ1 day ago

આણંદમાં ચૂંટણી નિરિક્ષકોએ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

આણંદ1 day ago

આણંદ જિલ્લામાં અધિકારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

નર્મદા1 day ago

રાજપીપળામાં ચૂંટણીને લઈ અધિકારીઓએ આંતરરાજ્ય ચેક પોસ્ટની વિઝીટ કરી સમીક્ષા કરી

નર્મદા1 day ago

ભાજપમાંથી છેડો ફાડી નાંદોદ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરનાર હર્ષદ વસાવાની જંગી સભા

નર્મદા1 day ago

ડેડીયાપાડામાં રવિન્દ્ર જાડેજાનો રોડ શો, ભાજપના ઉમેદવાર માટે કર્યો પ્રચાર

પંચમહાલ1 day ago

પંચમહાલ જિલ્લામાં યુથ આઈકોન તરીકે RJ નયનની નિમણૂક કરાઈ

પંચમહાલ1 day ago

ફતેસિંહ ચૌહાણ પ્રચાર દરમિયાન ભજન કાર્યક્રમમાં તાલબદ્ધ રીતે ઢોલ વગાડતા નજરે પડ્યા

ગુજરાત4 weeks ago

પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે.

Indian tech CEO offers jobs to thousands of employees fired by Twitter, Meta, Spotify! Said: 'Come back home'
ઇન્ડિયા3 weeks ago

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

વર્લ્ડ3 weeks ago

Global Carbon Budget 2022: વિશ્વનો વિનાશ ફક્ત 9 વર્ષ દૂર છે! વૈજ્ઞાનિકોના રિપોર્ટ અનુસાર

ગુજરાત4 weeks ago

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું

આણંદ2 weeks ago

આણંદ: નિરંજન પટેલને ટિકિટ ન મળતા કૉંગ્રેસ છોડી

નર્મદા2 weeks ago

નાંદોદ અને ડેડિયાપાડામાં AAPના 3000થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા

આણંદ2 weeks ago

આણંદમાં ત્રણ બેઠક પર ઉમેદવાર રિપિટ, ત્રણ નવા ચહેરાને તક અપાઇ

Gujarat Assembly Elections 20224 weeks ago

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, આ મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

Trending