અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના વધુ 165 પોઝિટિવ કેસ નોંધાયા

admin
1 Min Read

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. તેવી સ્થિતિમાં રાજ્યમાં કોરોનાનો કહેર વધવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં  23 ઓગસ્ટ સાંજથી 24 ઓગસ્ટ સાંજ સુધીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા કેટલાક લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. જે પૈકી 165 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 30362 થઈ ગઈ છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 3 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે 24 કલાકમાં 164 લોકોએ કોરોનાને માત આપી છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી અમદાવાદમાં 25268 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો અમદાવાદમાં અત્યાર સુધીમાં 1689 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. જ્યારે અત્યારે જિલ્લામાં 3173 કોરોનાના એક્ટિવ કેસ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. જોકે, વહિવટી તંત્ર દ્વારા સક્રિયતા દાખવવામાં આવતા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Share This Article