અમદાવાદ ખાતે બૉલીવુડ સ્ટારના જમાવડા સાથે 16માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ-2024 નું કરાયું આયોજન

Jignesh Bhai
2 Min Read

અમદાવાદ, સંજીવ રાજપૂત: 16 મું ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલ ખાતે ભવ્ય રીતે યોજવામાં આવ્યો.તેનું આયોજન ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટી અને બૉલીવુડ હબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમા બૉલીવુડ ની અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. સમગ્ર વિશ્વમાં ગુજરાત નો પ્રચાર કરનાર ગુજરાતીઓને વિવિધ કેટેગરીમાં બહુવિધ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જય અમિત શાહ (ભારતના યુવા આઇકોન), બોબી દેઓલ (સૌથી લોકપ્રિય સ્ટાર), અમીષા પટેલ  (સૌથી લોકપ્રિય અભિનેત્રી), મીરા એરડા (ભારતીય મહિલા રેસર), મિલાપ ઝવેરી (ભારતીય ફિલ્મ નિર્માતા), રિયા સુબોધ (ભારતીય ફેશન મોડલ), શ્રેણુ પરિલ્હ (ભારતીય ટીવી અભિનેત્રી), અનીશ બઝમી (ભારતીય ફિલ્મ નિર્માતા), સંજના સાંઘી (ભારતીય ફિલ્મ અભિનેત્રી), કરિશ્મા તન્ના (ભારતીય ફિલ્મ અભિનેત્રી), હર્ષ લીમ્બાચીયા (ભારતીય ટીવી અભિનેતા), વરુણ બુદ્ધદેવ (રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા), સુરેન્દ્ર પટેલ – વિશાલા ના માલિક , શરમન જોશી – ભારતીય ફિલ્મ અભિનેતા અને સુપ્રિયા પાઠક – ભારતીય ફિલ્મ અભિનેત્રી ને ગૌરવવંતા ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ના આયોજક ગ્રીષ્મા અને અત્રીશ ત્રિવેદી એ જણાવ્યું કે “આ અમારા માટે ખુબજ સૌભાગ્ય ની વાત છે કે અમે આ એવોર્ડ ની 16મી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરી દર વર્ષે અમારા ઇવેન્ટ માં બોલીવુડ ના  દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં છે. અમને ગુજરાત સરકાર તરફ થી પૂરતો સહકાર મળી રહ્યો છે અને ભવિષ્ય માં અમે આના કરતા વધુ મોટા લેવલ એ ઈવેન્ટ્સ કરતા રહીશું.”

Share This Article