Connect with us

નર્મદા

ડેમમાંથી 2.43 લાખ કયુસેક પાણી છોડાયું – નર્મદા નદીની સપાટી 19.50 ફૂટ

Published

on

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીનો આવરો થતાં ડેમની સપાટી 132.77 મીટર સુધી પહોંચી ગઇ છે. ડેમના 15 દરવાજા ખોલી નદીમાં 2.43 લાખ કયુસેક પાણી છોડતા ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટી 19.50 ફૂટ સુધી પહોંચી છે.મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવરમાં 2.73 લાખ કયુસેકથી વધારે પાણી ઠલવાય રહયું હોવાથી નર્મદા ડેમની સપાટી 132.77 મીટર સુધી પહોંચી ગઇ છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નદીમાં 2.43 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી આવી રહેલા પાણીના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 19.50 ફૂટ સુધી પહોંચી છે. ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. ભરૂચના એસડીએમ જે.વી.દેસાઇએ જણાવ્યું હતું કે, હાલના તબકકે ચિંતાનું કોઇ કારણ નથી પણ વહીવટીતંત્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહયું છે

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

નર્મદા

7 ટર્મથી વિજયી થનાર છોટુભાઈ વસાવાની હાર, ભાજપાના રિતેશભાઇ વસાવાની જીત

Published

on

By

આજરોજ રાજ્ય વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ સતત પોતાની વિજયકુચ જાળવી રાખી છે. ભરૂચ જીલ્લાની પાંચ બેઠકો પૈકીની એકમાત્ર આદિવાસી અનામત ઝઘડિયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રિતેશભાઇ વસાવાએ તેમના નજીકના હરીફ અપક્ષ છોટુભાઈ વસાવાને ૨૩૫૫૨ જેટલા મતોથી પરાજય આપીને ઝઘડિયા વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છેકે બીટીપીના સર્વેસર્વા ગણાતા છોટુભાઈ વસાવા છેલ્લી સાત ટર્મથી ઝઘડિયા બેઠક જીતતા આવ્યા હતા. હાલમાં યોજાયેલ રાજ્ય વિધાનસભાની ચુંટણી દરમિયાન બીટીપી ના અન્ય પાર્ટી સાથેના ગઠબંધનની વાતને લઇને છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશભાઇ વસાવા વચ્ચે વિવાદ સર્જાતા આ ચુંટણીમાં છોટુભાઈ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી હતી.

અત્રે નોંધનીય છેકે ગત તાલુકા જીલ્લા પંચાયતોની ચુંટણી અગાઉ છોટુભાઈ વસાવાના નજીકના ગણાતા પ્રકાશભાઇ દેસાઇ અને રિતેશ વસાવા તેમના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપાએ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયતો પણ કબજે કરી લીધી હતી. હાલની ચુંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં ચુંટણી સભા સંબોધી હતી. ઝઘડિયા વિધાનસભા બેઠક પર વર્ષોથી આધિપત્ય જાળવી રાખનાર છોટુભાઈ વસાવાને હાર આપીને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિષ્ઠિત ગણાતી ઝઘડિયા બેઠક કબજે કરી લીધી હતી. વિજયી ઉમેદવાર રિતેશ વસાવાના સમર્થકોમાં આનંદનું મોજુ ફેલાયુ હતું. સર્વત્ર ઝઘડિયા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિજયની ખુશી મનાવતા નજરે પડ્યા હતા. વિજયી ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ હતુ જેમાં કાર્યકરો ઉત્સાહમય વાતાવરણ વચ્ચે ઐતિહાસિક વિજયનો આનંદ લેતા નજરે પડતા હતા.

Continue Reading

નર્મદા

નાંદોદમાં કેસરીયો અને ડેડિયાપાડામાં ઝાડુ; બંને ઉમેદવારો 20 હજારથી વધુની લીડથી આગળ

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદાની નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 22 હજાર 254 મતોના જંગી લીડથી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા 21745 મતોથી આગળ ચાલી રહ્યાં છે. બંને બેઠકોમાં એક બેઠક પર ભાજપ અને બીજી બેઠક પર આપના ઉમેદવારની જીત નિચ્છિત દેખાઈ રહી છે.​​​​​​​

બારમાં રાઉન્ડના અંતે નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 21 હજાર 554 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્રીજા રાઉન્ડના અંતે ડેડિયાપાડામાં ચૈતર વસાવા 2594 મતોથી આગળ. નાંદોદમાં ત્રીજા રાઉન્ડના અંતે હજી પણ ભાજપ ઉમેદવાર દર્શના દેશમુખે લીડ જાળવી રાખી. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.

નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

Continue Reading

નર્મદા

નર્મદા: બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસનો ક્યાંક નામોનિશાન નહીં

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.

જિલ્લામાં સરેરાશ 78 ટકા મતદાન થયું હતું

નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?

નાંદોદ બેઠકની મતગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં થશે. જ્યારે ડેડિયાપાડા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 23 રાઉન્ડમાં હાથ ધરાશે. જિલ્લાની 2 બેઠકોની મતગણતરી કુલ 28 ટેબલ પર 45 રાઉન્ડમાં હાથ ધરાશે. નાંદોદમાં 155 જેટલાં તેમજ ડેડિયાપાડામાં 155 જેટલા અધિકારીઓ/કર્મચારીઓને મતગણતરીની કામગીરીમાં તૈનાત કરાશે. પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા સિક્યુરિટી પ્લાન મુજબ જરૂરી પોલીસ, CAPF, CRPF, પોલીસ આધિકારીઓ 400 જેટલા ગોઠવવામાં આવેલા છે.

ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે. તો નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે.

Continue Reading
Uncategorized3 mins ago

વાહન માટે આ રીતે ખાસ છે CC, ટોર્ક અને BHP, જાણો કેવી રીતે કરે છે કામ

Uncategorized1 hour ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized2 hours ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized3 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized4 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized5 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized7 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized4 weeks ago

OMG! 90 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું ઘર, પછી કર્યો એવો કમાલ, હવે લોકો 4 કરોડ ચૂકવવા છે તૈયાર

Trending