પાવાગઢ-સ્ટેટ મોનિંટરીંગ સેલનો સપાટો,ખેતરોમાં સંતાડી રાખેલો વિદેશી દારુનાં જથ્થા સાથે બે ઇસમોને વોકારી ઘરપકડ

Jignesh Bhai
2 Min Read

સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી રેડમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે. બપોરે વિજિલન્સની ટીમે જામાં મસ્જિદ પાછળ આવેલા સોલંકી ગેસ્ટ હાઉસમાં છાપો મારી આજુબાજુના ખેતરોમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પાવાગઢ તળેટીમાં જામાં મસ્જિદની પાછળ ભારતીય બનાવટના તમામ પ્રકારના વિદેશી દારૂની સુવિધાવાળું સ્ટેન્ડ ઉભું કરી દેનાર રાજુ રાયસિંગ સોલંકીએ આખું સામ્રાજ્ય ઉભું કરી દીધું હતું અને સોલંકી ગેસ્ટ હાઉસ શરૂ કરી અત્રે રોકાણ કરતા સહેલાણીઓને તમામ પ્રકારની સુવિધા અહીં મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી હતી.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાવાગઢ તળેટીમાં આવેલ રાજુ બુટલેગરના ગેસ્ટ હાઉસે છાપો મારી આજુ બાજુના ખેતરોમાં સંતાડી રાખેલો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટીમે બુટલેગરના ગેસ્ટ હાઉસમાં પાર્ક કરેલી વર્ના કારમાંથી અને અન્ય બે બર્ગમેન સ્કૂટરમાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો છે. વર્ના કારમાં આઇસ બોક્સ સાથે દારૂની બોટલ અને બિયરનો ઠંડો જથ્થો ઝાડપાતા કારને કાળી ફિલ્મ કરી કારમાં હરતું ફરતું સ્ટેન્ડ આ બુટલેગર ચલાવી રહ્યો હોવાનું જાણી વિજિલન્સના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

હાલ આ દારૂના જથ્થા સાથે બે ઈસમો વિશાલકુમાર પંડ્યા શિવરાજપૂર અને રાકેશ ઉર્ફે પિન્ટુ દિપીપસિંહ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર રાજુ બુટલેગર હાથ લાગ્યો ન હતો. વિજિલન્સના અધિકારીએ દારૂનો જથ્થો પકડી ગણતરી કરી પાવાગઢ પોલીસ મથકે સોંપવાની કામગીરી શરૂ કરી છે.

Share This Article