ડભોઈ ના કડીયાવાડ વિસ્તારમાં રહેતી એક લઘુમતી કોમ ની 26 વર્ષીય પરણીત યુવતી એ ડભોઈ પોલીસ સ્ટેશનમાં આવી તેની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરીયાદ નોધવી હતી. જેમાં યુવતી માકની ગામે રહે છે અને તેની માતાની તબીયત બગડી હતી તો ખબર લેવા એકલી જઈ રહી હતી. ત્યારે સ્ટેશન રોડ ખાતે આવેલ ડો.પથ્થરવાળાના દવાખાન નજીક એક સફેદ વાન ગાડી ઊભી રાખી તેનું મો દબાવી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ વણાદારા ગામે અને ત્યાર બાદ અમદાવાદ લઈ જઇ ડભોઈ તાલુકાનાં ભીલાપુર નજીક રહેતા વણાદારા ગામનો ચેતન પટેલ નામનો યુવકે અમદાવાદ નજીક આવેલા એક ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું. તો તેના ત્રણ મિત્રો એ તેણીની સાથે અમદાવાદ થી પરત ફરતા કાર સૂમસામ જગ્યા એ રોકી ત્રણે ઇસમો એ સમૂહીક દુસ્કર્મ આચર્યું અને પરત ભીલાપુર છોડી ગયા હતા. જે હકીકત આધારે ડભોઈ પોલીસ દ્વારા યુવતીની ફરીયાદ આધારે પોલીસે મેડીકલ તપાસ કરાવી કાનૂની તપાસ હાથ ધરી છે. જ્યારે ચેતન પટેલ સહિત તેના ત્રણ મિત્રો જેને યુવતી ઓડખતી ન હતી તેમને શોધી કાઢવા પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષની તુલનામાં બળાત્કારના કેસોનો આ આંકડો મોટો છે. મહિલાઓની પજવણીના કેસોમાં પણ વધારો જોવાયો છે. આ વર્ષે પજવણી અંગેના કુલ ૧,૦૧૪ કેસો પોલીસ મથકે નોંધાયા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -