સુરતમાં 24 કલાકમાં નોંધાયા 270 પોઝિટિવ કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ધીમી ગતિએ વધતો જતો કોરોનાનો કહેર હવે 20 હજારના આંકડા નજીક પહોંચવા આવ્યો છે. સુરતમાં 24 કલાકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા કેટલાક લોકોનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 270 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

27 ઓગસ્ટ સાંજથી 28 ઓગસ્ટ સાંજ સુધીમાં સુરતમાં 270 કેસ નોંધાતાની સાથે કુલ કેસની સંખ્યા વધીને 19881 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 213 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આમ સુરતમાં અત્યાર સુધી 16502 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 3 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 621 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2660 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સુરતમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.

Share This Article