જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે. આ જોતા પ્રશાસને અનુચ્છેદ 370 હટાવ્યાના 12 દિવસ પછી શનિવારે રાજ્યમાં અમુક જગ્યાએ 2જી ઈન્ટરનેટ સેવા શરૂ કરી દીધી છે. જમ્મુ, રિયાસી, સાંબા, કઠુઆ અને ઉધમપુરમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી છે. શુક્રવારે જ જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, રાજ્યમાં તબક્કાવાર ટેલિકોમ સેવાઓ શરૂ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કરવાની સરકારની જાહેરાત પહેલાં જ સુરક્ષાના ભાગ રૂપે ટેલિકોમ અને મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. પ્રતિબંધ લાગુ થયાના અંદાજે એક સપ્તાહ પહેલાં જ જમ્મુમાં સામાન્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને સ્કૂલ-કોલેજ શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. સમગ્ર જમ્મુમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે. ખીણ વિસ્તારમાં છૂટી છવાઈ એકાદ-બે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પ્રશાસન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, ખીણ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં અને કોઈ ગંભીર હિંસા થઈ નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -