Apple iPhone 14 સિરીઝ લૉન્ચ થવાની છે. કંપની આ સીરીઝને આવતા મહિને લોન્ચ કરી શકે છે. એપલ સપ્લાયર ફોક્સકોનની સિચુઆન ફેક્ટરી બે દિવસ માટે બંધ છે. તેનું કારણ ચીનના સિચુઆન શહેરમાં વધી રહેલી ગરમી છે. શું આ પ્રતિબંધ Apple iPhone 14 સિરીઝના લોન્ચિંગ પર પણ અસર કરશે?સ્માર્ટફોન સહિત વિશ્વનું ઇલેક્ટ્રોનિક્સ બજાર ઉત્પાદન માટે ચીન પર ખૂબ નિર્ભર છે. આ જ કારણ છે કે જ્યારે પણ ચીનમાં કંઇક થાય છે તો તેની સીધી અસર વિશ્વભરના બજારો પર પડે છે. ઝડપથી વધી રહેલા તાપમાન બાદ ચીને એક નિર્ણય લીધો છે, જેની સીધી અસર ટેક અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ પર પડશે.

જો અહેવાલોનું માનીએ તો સિચુઆનમાં ઘણી મોટી કંપનીઓ હીટવેવને કારણે વીજળીની અછતને કારણે બંધ કરવી પડી છે. ચીને સિચુઆન પ્રાંતમાં ઘણી મોટી કંપનીઓને 6 દિવસ માટે બંધ કરી દીધી છે.
આ કંપનીઓની યાદીમાં વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર બેટરી ઉત્પાદક કન્ટેમ્પરરી એમ્પેરેક્સ ટેક્નોલોજી કો. લિમિટેડ (CATL) પણ સામેલ છે.
કઇ કંપનીઓને અસર થશે
આ પગલાની સીધી અસર ટેસ્લા બેટરી નિર્માતા CATL, Apple સપ્લાયર ફોક્સકોન, ટોયોટા, ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ, ફોક્સવેગન, ઓનસેમી અને અન્ય પર પડી છે. ચીને સિચુઆનમાં કાર્યરત તમામ ફેક્ટરીઓને 20 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
ચીન હાલમાં છેલ્લા 60 વર્ષમાં સૌથી ખરાબ હીટવેવ સામે ઝઝૂમી રહ્યું છે. અહેવાલો અનુસાર, ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે. જેના કારણે એર કંડિશનરનો ઉપયોગ વધી ગયો છે અને વીજ પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ પુરવઠો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં, આ વિસ્તાર મોટાભાગે હાઇડ્રો પાવર પર નિર્ભર છે અને વધતી ગરમીને કારણે પાવર જનરેટ કરવામાં મુશ્કેલી આવી રહી છે.
બેટરી અને સેમિકન્ડક્ટર માટે હબ પણ છે
ચીનનો આ વિસ્તાર માત્ર ટેક અને ઓટો કંપનીઓ માટે જ નહીં પરંતુ સેમિકન્ડક્ટર અને સોલર પેનલ ઈન્ડસ્ટ્રી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લિથિયમ માઇનિંગ પણ અહીં થાય છે. લિથિયમનો ઉપયોગ ઇલેક્ટ્રિક કાર અને સ્માર્ટફોનની બેટરીમાં થાય છે.
કેટલાક લોકો માને છે કે આનાથી લિથિયમનો પુરવઠો ઘટશે. જો કે, ફોક્સકોન એવું નથી માનતું. ફોક્સકોન એપલનું મુખ્ય સપ્લાયર છે. કંપની આ ફેક્ટરીમાં આઈપેડ બનાવવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં iPhone 14ના લોન્ચિંગ પર કોઈ અસર નહીં થાય. તે જ સમયે, બંદી માત્ર થોડા દિવસો માટે છે, તેથી અન્ય બાબતોને વધુ અસર થવાની અપેક્ષા નથી.
