નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ દેશના નવા CDS હશે

Imtiyaz Mamon
1 Min Read

કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણને નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. બિપિન રાવત પછી તેઓ બીજા CDS હશે. 40 વર્ષ સુધી સેનામાં ફરજ બજાવનાર અનિલ ચૌહાણ ગયા વર્ષે જ નિવૃત્ત થયા હતા.કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણને નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે.

બિપિન રાવત પછી તેઓ બીજા CDS હશે. 40 વર્ષ સેનામાં ફરજ બજાવનાર અનિલ ચૌહાણ ગયા વર્ષે જ નિવૃત્ત થયા હતા. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ ભારત સરકારના સૈન્ય બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે 40 વર્ષથી વધુની કારકિર્દીમાં અનેક કમાન્ડ સંભાળ્યા છે. તેમની પાસે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં બળવાખોરી વિરોધી કામગીરીનો પણ બહોળો અનુભવ છે.

Share This Article