સિંઘમ રીટન્સની રિલીઝને થયા 5 વર્ષ પુરા

admin
1 Min Read

ડાયરેકટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ રીટન્સ’ ની રિલીઝને 5 વર્ષ પુરા થયા છે. ૨૦૧૪ માં રીલીઝ થયેલી આ ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને 5 વર્ષ પુરા થયાની ખુશીમાં ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ફિલ્મના કેટલાક એક્શન સીન જોવા મળી રહયા છે. ફિલ્મ સિંઘમ રીટન્સ ૨૦૧૧ માં આવેલી અજય દેવગણની સુપરહિટ ફિલ્મ સિંઘમની સિક્વલ ફિલ્મ હતી. આ ફિલ્મ બોલીવુડની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. સિંઘમ રીટન્સમાં અજય દેવગણ સાથે કરીના કપુર ખાન, અમોલ ગુપ્તે, સોનાલી કુલકર્ણી, અનુપમ ખેર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મના ડાયલોગ અને સોન્ગને લોકોએ ખુબ પસંદ કર્યા હતા. મહત્વનું છે કે, ડાયરેક્ટર રોહિત શેટ્ટી હાલ અક્ષય કુમારને લઈ સુર્યવંશી ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2020 માં રીલીઝ થવાની છે. આ ઉપરાંત રોહિત શેટ્ટીની કોમેડી સીરીઝ ગોલમાલની ગોલમાલ-5 2021માં રીલીઝ કરવામાં આવશે.

Share This Article