ચૂંટણી જીત્યાના 5 વર્ષે ગામમાં પધારેલા MLAનો ભારે વિરોધ

admin
1 Min Read

બિહારમાં ચૂંટણી માથે છે ત્યારે ભાજપના એક ધારાસભ્યનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ગ્રામજનો તેમનો ભારે વિરોધ કરી રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ થઇ ગયા છે અને ઉમેદવારો પોતાના વિસ્તારોમાં મતદારોને આકર્ષવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ, જનતા આ વખતે સરળતાથી માનનાર નથી.

વચનો ભૂલતા નેતાઓને આ વખતે જનતા સારો એવો પાઠ ભણાવવાના મૂડમાં લાગી રહી છે. જેનું ઉદાહરણ બિહારના છપરામાં સામે આવી ગયુ છે. છપરાના નૈની ગામનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્થાનિક ભાજપ ધારાસભ્ય સીએન ગુપ્તાને જનતાની નારાજગીનો ભોગ બનવું પડ્યુ હતું. ઘટના એવી છે કે ધારાસભ્ય વોટ માંગવા માટે પોતાના કાફલા સાથે નૈની ગામ પહોંચ્યા હતા. જોકે ધારાસભ્ય ચૂંટણી જીત્યાના પાંચ વર્ષે આ ગામમાં પધારી રહ્યા હોવાથી ગ્રામજનો આકરા પાણીએ જોવા મળ્યા હતા. આ અંગેની જાણ થતાં ગ્રામજનોએ તેમને અધવચ્ચે જ રોકી દીધા અને તેમના કાફલાને અટકાવી દીધો. ધારાસભ્યના ગામમાં પહોંચતાની સાથે જ ગામલોકો ગુસ્સે ભરાતા ધારાસભ્ય વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સીએન ગુપ્તા ગો બેક ગો બેકના નારા લગાવવાના શરુ કરી દીધા હતા.

Share This Article