2 શંકમંદોની સફાઇકર્મીઓને મોલમાં બેગ મૂકવા 50 હજારની ઓફર

admin
3 Min Read

બે શકમંદોએ સફાઇ કર્મચારીઓને મોલમાં બેગ મૂકવા માટે રૂા.20 અને 50 હજારની ઓફર કરી હતી. મહિલા કર્મચારીએ ઇનકાર કરી બેગમાં શું ભર્યું છે તેવું પૂછતા બંને રફૂચક્કર થઇ ગયા હતાં જોકે બંને જણાંની મોડી રાત્રે પોલીસે ધરપકડ કરી હતી. શંકાસ્પદોની હિલચાલના પગલે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતાં પોલીસ કાફલો દોડી જઇ મોલને કોર્ડન કરી ખાલી કરી દેવાયો હતો. પોલીસે મોલ- મલ્ટીપ્લેક્ષમાં ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ મળી ન હતી. જોકે, બીજી તરફ બેગમાં બોંબ હોવાની અફવાથી ગભરાટભરી દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે બંને શકમંદોનીમોડી રાત્રે અટકાયત કરી હતી.નોલેજ સિટીની પાસેના તક્ષ ગેલેક્સી મોલમાં સાંજે 5 વાગે બે શકમંદો આવ્યા હતાં. તેમણે બીજા માળે સફાઇ કર્મચારીને અમારી કારમાં એક બેગ છે, તેને અહીં મૂકી દે રૂા. 20 હજાર આપીશ તેવું કહ્યું હતું, તેણે બેગ નહીં મૂકવાનું કહેતા બંને નજીકમાં ઉભલી મહિલા સફાઇ કર્મચારી પાસે ગયા હતા અને તેને લાલચ આપી હતી કે, તમને રૂા. 50 હજાર આપીશું, બેગ મોલની અંદર મૂકી દો. મોલના મહિલા કર્મચારીએ ઇનકાર કરી તમારે મૂકવી હોય તો તમારી જાતે મૂકો તેવું કહી દીધું હતું.પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતુંશકમંદોએ અમને અંદર નહીં જવા દે, તમે ડ્રેસ પહેર્યો છે એટલે મોલના કોઇ કર્મચારી તમને રોકે નહીં તેમ જણાવી તેમને ભોળવવા પ્રયાસ કર્યો હતો. મહિલાએ સાફ ના પાડી દઇ બેગમાં શું છે ? દારૂ ભર્યો છે કે બોંબ છે ? તેવું પૂછતા બંને કશું બોલ્યા વગર ત્યાંથી રવાના થઇ ગયા હતાં. મહિલા સફાઇ કર્મીએ મોલ સત્તાધીશોને જાણ કરતા તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી સહિત સ્થાનિક પોલીસનો સ્ટાફ મોલ પર દોડી ગયો હતો. પોલીસે બોંબ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની મદદથી મોલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. એક તબક્કે મોલને ખાલી કરી દેવાયો હતો તેમજ મલ્ટીપ્લેક્સમાં ચાલુ ફિલ્મમાંથી લોકોને બહાર કાઢયા હતાં. પોલીસે ખૂણેખૂણો ચેકિંગ કર્યા બાદ કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ પોલીસને મળી ન હતી.ગેલેક્ષી મોલ ખાતેના બંન્ને શકાસ્પદ ઇસમોને મોડીરાત્રે ક્રાઇમબ્રાન્ચે પકડી પાડ્યા હતા. પોલીસની પ્રાથમીક પુછપરછમાં તેમના નામ સાગર ઠક્કર અને જીગર ઉર્ફે ચકરડી હોવાનુ બહાર આવ્યુ હતુ. બંન્ને ઇસમોએ ગેલેક્સી મોલ ખાતે સેલ્ફી પણ લીઘી હોવાનુ જણાવ્યુ હતુ. જોકે તેમનો ઇરાદો શું હતો તે માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આજે આ બાબતે ડી.સી.બી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ પત્રકારોને વધુ માહિતી આપી હતી.

Share This Article