ગુજરાતના 4 સહિત 54 રાજ્યસભાના સાંસદ આવતીકાલે લેશે શપથ

admin
1 Min Read

ગુજરાતના 4 રાજ્યસભા સાંસદ સહિત દેશના 56 સાંસદો આવતી કાલે શપથ લેશે. આ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. શપથગ્રહણ માટે એક સાંસદ સાથે પરિવારનો એક જ સભ્ય જ ભાગ લેશે. જે દરમિયાન સામાજિક અંતરનું પણ ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

(File Pic)

ગુજરાતના અભય ભારદ્વાજ, રમીલાબેન બારા, નરહરી અમીન અને શક્તિસિંહ ગોહિલ સહિત કુલ 56 સાંસદો શપથ ગ્રહણ કરશે. બીજીબાજુ રાજ્યસભાના સાંસદ પદના શપથ લેતા પહેલા અભય ભારદ્વાજે પત્ની સાથે શિવજીની પૂજા અર્ચના કરી હતી. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં તેમણે પત્ની સાથે શિવપૂજા કરી હતી.

ત્યારબાદ તેઓ શપથવિધિ માટે દિલ્હી જવા રવાના થયા હતા.   અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામાં આપી દેતા કોંગ્રેસના રાજ્યસભાના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો. હાલ ભરતસિંહ કોરોના સંક્રમિત થવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જોકે, તેમનો રીપોર્ટ નેગેટીવ આવતા તેમને વેન્ટિલેટર પરથી ખસેડવામાં આવ્યા છે.

Share This Article