વડોદરા હરીનગર ચાર રસ્તા પાસે નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. બી.ઓ.બી.માં રૂપિયા ૩૦ થી ૩૫ હજાર ના પગાર વાળી કલાર્ક તથા કેશીયરની નોકરી આપવાના પ્રલોભનો આપી જરુરીયાત મંદો પાસેથી ૩ થી ૭ લાખ રૂપિયા પડાવી, બી.ઓ.બી.ના બોગસ લોગો વાળા જોબ લેટરો આપી ઉમેદવારો સાથે ઠગાઇ કરતી ગેગના સભ્યોને ઝડપી પાડવા એસ.ઓ.જી પોલીસની ટીમે રેડ કરી હતી.જેમાં ધવલકુમાર હસમુખલાલ ભાવસાર,મહેબુબ અકબરભાઇ દિવાન,વિશાલ શંકરભાઇ પંચાલ પાસે બી.ઓ.બીના બોગસ જોબ લેટરો , મોબાઇલ ફોન તથા લેપટોપ સાથે ધરપકડ કરી છેતરપીંડી નો ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.ઉલેખનીય છે કે વડોદરા SOG એ વડોદરા હરીનગર ચાર રસ્તા પાસે નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે. બી.ઓ.બી.માં કલાર્ક તથા કેશીયરની નોકરી આપવાના પ્રલોભનો આપી,જરુરીયાત મંદો પાસેથી રૂપિયા પડાવી, બી.ઓ.બી.ના બોગસ લોગો વાળા જોબ લેટરો આપી ઉમેદવારો સાથે ઠગાઇ કરતી ગેગના સભ્યોને ઝબ્બે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
