શહેરના ટાઉન હોલમાં યોજાયો રોમેન્સ ઈન ધ ટાઉન-3 પ્રોગ્રામ

admin
2 Min Read

તમને દરેક લોકોને ખબર છે કે ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહીનો કહેવામાં આવે છે આ મહિનામાં દર વર્ષે વેલેન્ટાઇન ડે મનવવામાં આવે છે. દર વર્ષે વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે અને આ દિવસે પ્રેમી પંખીડા એકબીજાની સાથે સમય પસાર કરે છે. ત્યારે આ દિવસે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વેલેન્ટાઈન ડેને લઈ વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં રોમેન્સ ઈન ધ ટાઉન 3નું આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા..

આ ઈવેન્ટના મુખ્ય હેતુ અંગે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર રાહી રાઠોડે જણાવતા કહ્યું કે, આ ઈવેન્ટનો હેતુ સમાજના એ લોકોને અમારો પ્રેમ પહોંચાડવા માંગીએ છીએ કે જે લોકો સુધી આપણો પ્રેમ અને ભાવના પહોંચી નથી શક્તી. આ શોમાંથી જે પણ કંઈ ફંડ એકત્રિત કરવામાં આવ્યો તે માત્રને માત્ર ગરીબો અને વિકલાંગો અર્થે જ ખર્ચ કરવામાં આવશે તેવો એક ઉમદા હેતુ સાથે રોમેન્સ ઈન ધ ટાઉન-3નું આયોજન કરાયુ હતું.

જેમાં ઘણી ગુજરાતી ફિલ્મ અને નાટક તેમજ ડાન્સ પ્રોગ્રામમાં ભાગ લઈ ચુકેલ કલાકારો આ શોમાં જોડાયા હતા. જેમાં સૌરભ મોહતા, કશીશ રાઠોર જેવા કલાકારે પોતાનું પર્ફોમન્સ આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત આ શોમાં ડાન્સર અંજલીએ ગ્લાસ બેલેન્સીંગ ડાન્સ પર્ફોમન્સ આપીને સૌનું દિલ જીતી લીધું હતું…

(બાઈટ – રાહી રાઠોડ,ઈવેન્ટ ઓર્ગેનાઈઝર)

 

Share This Article