જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખર કે જે તવક્ક્લ ક્રેઇન સર્વિસ નો ધંધો કરે છે, આ મુસ્લીમ બુજુર્ગ દ્વારા 15 ઓગેસ્ટ નિમીતે દેશભક્તિની એક અનોખી મિશાલ રજૂ કરી છે. અને બુઝર્ગ દ્વારા પોતાના ઘર ઉપર ખુબજ મોટો રાષ્ટ્ર ધ્વજ લહેરાવા સાથે 175 ફૂટ ઊંચી ક્રેન માં ખાસ રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો, આટલો ઊંચો ત્રિરંગો લહેરાવી ને તેવો એ પોતાની રાષ્ટ્ર ભાવના દર્શાવી હતી અને દર વર્ષે તેવો આ રીતે ત્રિરંગો ફરકાવે છે, આ નિમીતે શાળાના બાળકો તેમજ સામાજીક રાજકીય આગેવાનોની ઉપસ્થીતીમાં પોતાની ૧૭૫ ફૂટ ઉંચી ક્રેઇન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું હતું, લોકો એ પણ આટલો ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકતો જોઈ ને આ બુઝર્ગ ને સલામ કરી હતી
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -