વડોદરામાં 16 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ

admin
1 Min Read

વરસાદ પડતા વન્યજીવો હોય કે જળચર જીવો એ જંગલ છોડી પોતાના પરંપરાગત રહેવાના સ્ત્રોત છોડી માનવ વસાહત તરફ આવી જાય છે. હાલમાં વડોદરામાં વરસાદના કારણે મગરો નદીની બહાર નીકળી રહ્યા હોવાના અનેક બનાવો સામે આવ્યા હતા. વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસવાની ઘટના સમયે મગર શહેરમાં ઘુસી આવતા શહેરીજનોમાં ફફડાટ મચ્યો હતો. વડોદરામાં પડેલ ભારે વરસાદ બાદ મગરો શેરીઓ અને સોસાયટીમાં જોવા મળ્યા હતા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. ત્યારે વડોદરાના કારેલીબાગ જલારામનગર પાસે 16 ફૂટ લાંબો મહાકાય મગર જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગેની જાણ થતા વન વિભાગ અને જીએસપીસી સંસ્થા દ્વારા મગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો. મહત્વનું છ કે, વડોદરામાં પૂર બાદ અત્યાર સુધીમાં કુલ 50 મગરોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

Share This Article