વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ગટરમાં ખાબકેલ ગાયનું કરાયુ રેસ્ક્યુ

admin
1 Min Read

વડોદરાના ફાયર વિભાગની કામગીરીની હાલ ખૂબ જ પ્રસંશા થઈ રહી છે. વડોદરા ફાયર બ્રિગેડની ટીમે ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયને ભારે જહેમત ઉઠાવી સુરક્ષિત બહાર કાઢી હતી. મળતી માહિતી મુજબ, વડોદરાના કિશનવાડી વિસ્તારમાં નૂર્મના મકાનો પાસે ખુલ્લી ગટરમાં એક ગાય ઉતરી પડતાં તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગટરમાં ઉતરી પડેલી ગાયના શીંગડાના ભાગેં દોરડું બાંધવામાં આવ્યું હતું અને તેને ક્રેઇન વડે બહાર ખેંચવામાં આવી હતી.એક તબક્કે ગાયનું મોત નીપજ્યું હોવાનું લોકો માની બેઠા હતા.પરંતુ ગાય જીવતી બહાર કાઢવામાં આવી હતી. મહત્વનું છે કે, સ્માર્ટ સિટી વડોદરામાં રખડતા ઢોરો અને ખુલ્લી ગટરોનું જોખમ દિવસે દિવસે વધી રહ્યું છે. ગત 1 ઓગસ્ટના રોજ શહેરના ફતેપુરામાં ગટર ખોલવા જતાં એક વેપારી અંદર ખાબકી જતાં મોત નીપજવાનો બનાવ બન્યો હતો.

Share This Article