વડોદરામાં પૂર સહાયની ચુકવણી મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ભાજપની બનાવાયેલી સામગ્રીની કીટો કોર્પોરેટર દ્વારા અન્યત્ર વહેંચી નાખવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરાના સલાટવાડાના રહીશો દ્વારા શહેર ભાજપ મહામંત્રી સદાનંદ દેસાઈના ઘરે રીતસરનો ઘેરાવ કર્યો હતો. વડોદરામાં પૂર પછી ગરીબો તથા મધ્યમ વર્ગને મળતી સહાયમાં ઠેર ઠેર વિરોધો જોવા મળે છે. સદાનંદ દેસાઈની ઓફિસે પહોચેલી મહિલાઓએે આક્ષેપ કર્યો હતો કે, તમે ભાજપના મહામંત્રી થઈને પોતાના વિસ્તારના લોકોને કેશડોલ સહિતની સહાય કેમ અપાવી શકતા નથી. જ્યારે કિસનવાડી સહિતના વિસ્તારોમાં લોકોને કેશડોલ મળી રહી છે તો સલાટવાડા વિસ્તારના લોકો કેમ બાકાત રહી જાય. જ્યારે મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, પૂર સહાયની ચૂકવણીમાં વહેંચાતા રૂપીયા અને ભાજપની બનાવેલી સામગ્રીની કિટો કોર્પોરેટર દ્વારા બીજે વહેંચી નાખવામાં આવી રહી છે. વરસાદ ગયો, પુરનું પાણી પણ ઓસરી ગયુ, પરંતુ લોકોની મુસીબતો ઓસરવાનું નામ લેતી નથી. મહિલા મહામંત્રીના નિવાસસ્થાને રજૂઆતનો વીડિયો વાઇરલ થતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -