રાજ્યમાં આ શહેરમાં લાગશે ખાસ ટેક્નિકવાળા કેમેરા, એઆઈ-ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરનો થશે ઉપયોગ

admin
1 Min Read

રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં અસામાજિક તત્વો તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જોકે, રાજ્યમાં પ્રથમ વખત વડોદરા શહેરમાં એઆઈ-ફેશીયલ રેક્ગનાઈઝ સોફ્ટવેરનો ઉપયોગ કરી સીસીટીવી હેઠળ ગુનેગારો પર ખાસ નજર રાખવામાં આવશે.

સીસીટીવી હેઠળ ગુનેગારો પર બાજ નજર રાખી ઝડપી લેવાના પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ 500 કેમેરા લગાવવાનું કામ શરુ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં નવા 1300 સીસીટીવી કેમેરા લગાવાશે. હાલ શહેરમાં 650 કેમેરા લાગેલા છે. જ્યારે 2 મહિનામાં આ પ્રોજેક્ટ પુરો કરવાનો ટાર્ગેટ છે.

એક ખાનગી સમાચારપત્ર સાથેની વાતચીત દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપસિંઘ ગહલોતે જણાવ્યુ હતું કે, વડોદરાની આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ ફેશીયલ રેક્ગનેશન સોફ્ટવેરના ઉપયોગ માટે પ્રથમ પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત બે મહિનામાં 1300 કેમેરા લાગશે. આ કેમેરાની કિંમત આશરે 65 હજારથી દોઝ લાખ સુધીની હશે. જેમાં 1 કિલોમીટર ઝૂમીંગ સિસ્ટમ પણ હશે.

મહત્વનું છે કે, વડોદરા કંટ્રોલરૂમમાં આવેલા કોમ્પ્યુટરમાં આ ફેશીયલ રેક્ગનાઈઝ સોફ્ટવેરને અપલોડ કરવામાં આવશે. જેમાં તમામ આરોપીઓના ફોટા સાથેના ડેટા અપલોડ કરવામાં આવશે. આ સોફ્ટવેર ઈ-ગુજકોપ સાથે કનેક્ટ હશે.

Share This Article