દ્રષ્ટિબાધિત યુવકે પીએમ મોદી સાથે લીધી સેલ્ફી, દિવ્યાંગો અને વૃદ્ધોને પીએમ મોદીએ કરી ઉપકરણની વહેંચણી

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બે જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે પહેલા પ્રયાગરાજમાં દિવ્યાંગ મહાકુંભમાં એક સાથે 29791 દિવ્યાંગો અને વૃદ્ધોને ઉપકરણની વહેંચણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ અહીં દિવ્યાંગો સાથે વાતચીત પણ કરી હતી. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં દિવ્યાંગ મહાકુંભમાં એક સાથે 26 હજાર 791 દિવ્યાંગો અને વૃદ્ધોને મદદ કરતા સાધનો પહેંચ્યા હતા.

આ દરમિયાન એક એવી તસવીર સામે આવી કે જેણે ઉપસ્થિત સૌ કોઈનું દિલ જીતી લીધું અને જોત જોતામાં સોશિયલ મીડિયામાં તેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પીએમ મોદી પાસે ઈલેક્ટ્રોનિક ઉપકરણ લેવા જ્યારે એક દ્રષ્ટિબાધિત યુવક વિવેકમણિ ત્રિપાઠી મંચ પર આવ્યો. તે દરમિયાન મોદીએ તેને સ્માર્ટફોન આપ્યો અને તેણે ઉત્સુક્તાથી બોક્સમાંથી મોબાઈલ બહાર કાઢ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સેલ્ફી લીધી. આ ક્ષણે ઉપસ્થિત સૌ કોઈનું દિલ જીતી લીધુ અને વડાપ્રધાન મોદી પણ ગદ ગદ થઈ યુવક સાથે સેલ્ફી માટે ઉત્સુક જોવા મળ્યા હતા…

Share This Article