ગુજ્જુ અભિનેત્રી ઉર્વશી ત્રિરંગા થીમની ટી-શર્ટમાં

admin
1 Min Read

15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. દેશનો દરેક નાગરિક દેશભક્તિના રંગમાં રંગાયેલો છે. આવામાં ફિલ્મી કલાકારો પણ દેશભક્તિ બતાવવામાં કેવી રીતે પાછળ રહે? ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી અને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત થનાર ઉર્વશી સોલંકીએ પણ સુરત ખાતે પોતાના પરિવાર સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની સાથે રક્ષાબંધનનો તહેવાર પણ હોવાથી અભિનેત્રીએ વહેલી સવારે પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની પણ ઉજવણી કરી હતી. ઉર્વશીએ સ્વતંત્રતા દિવસ પર્વને ખાસ બનાવવા માટે ત્રિરંગાની થીમની ટી-શર્ટ પહેરી હતી.

અભિનેત્રીએ આ પ્રસંગે ફેસબુક, ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા મારફતે દેશવાસીઓ તેમજ પોતાના ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી. મહત્વનું છે કે, હાલમાં જ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વિજયપથમાં અભિનેત્રી ઉર્વશી સોલંકી આઈટમ સોંગ કરતી જોવા મળી હતી. આ ઉપરાંત ગુજરાત આઈકોનિક ફિલ્મ એવોર્ડમાં તેને ફિલ્મ શુટઆઉટમાં બેસ્ટ નેગેટીવ રોલ માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેમજ એક હિન્દી શોર્ટ ફિલ્મ ગુસ્તાખ માટે તેને દાદાસાહેબ ફાલ્કેથી પણ સન્માનિત કરવામાં આવી હતી. ઉર્વશી માત્ર ગુજરાતી જ નહીં પણ કેટલીક પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેમજ તે 15થી વધુ મ્યુઝિક આલ્બમમાં પણ ચમકી ચુકી છે.

Share This Article