રાજકોટ : રોટરી ક્લબ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ

admin
1 Min Read

વિવિધ મેડિકલ કેમ્પ તેમજ જરૂરિયાત મંદોને સહાય આપવામાં હંમેશા અગ્રેસર તેવી સેવાકીય સંસ્થા રોટરી ક્લબ દ્વારા રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી. રોટરી કલબ ગોંડલ દ્વારા ગોંડલ બાલાશ્રમ ખાતે રહેતી અનાથ બાળકીઓ સાથે રક્ષા બંધન પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બલાશ્રમમાં રહેતી 23 જેટલી દીકરીઓ સાથે રોટરી પરિવારે રાખડી બંધાવી હતી અને બાલાશ્રમની બહેનનોને હેર પિનથી લઈ ચપ્પલ સુધીની શૃંગારની વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.
આ પર્વની તૈયારી કેમ્પના ચેરમેન વિનોદ રાજા તથા તેમની ટીમ દ્વારા એક માસ પહેલા જ આરંભી દેવાઈ હતી. ગોંડલ રોટરી ક્લબના પ્રમુખ કેતનભાઈ રૈયાણી સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાલાશ્રમ સ્થિત બહેનોને તેમને મનપસંદ ડ્રેસ, શૃંગાર, મેક અપ તેમજ ચપ્પલને જરૂરિયાત મુજબ અને સાઇઝ મુજબ તૈયાર કરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે રોટરી પરિવાર તરફથી ચીજ વસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવે છે. અગાઉ પણ સોનાંની બુટ્ટી, પાયલ, કિસાન બોન્ડ, સહિતની વસ્તુઓ આપવામાં આવી છે. સતત 9 વર્ષથી રોટરી કલબના સદસ્યો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે.

Share This Article