કોરોના વાયરસ મુદ્દે અમૂલ દૂધ મુદ્દે ફેલાઈ અફવા, દૂધની ખરીદી બંધ કરશે તેવી સોશીયલ મીડિયામાં અફવા

admin
1 Min Read

કોરોના વાયરસનાં પગલે દેશભરમાં તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે.. તેવામાં ફેસબુક, વોટ્સઅપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી અફવાઓએ પણ જોર પકડ્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં એવી વાત વહેતી થઈ કે અમૂલ દ્વારા આગામી 21 માર્ચથી દૂધની ખરીદી બંધ કરવામાં આવશે તેમજ કંપનીના દેશભરમાં ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવશે.જેના પર અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. અમૂલ વિશે ફેલાવવામાં આવતા મેસેજ પર અમૂલનાં મેનેજીંગ ડિરેકટર આર એસ સોઢીએ સ્પષ્ટતા કરી છે. આર એસ સોઢીએ ટ્વીટ કરીને આ મેસેજને ખોટો ગણાવ્યો હતો.

 

આર એસ સોઢીએ કહ્યું કે અમૂલનાં ચિલીંગ સેન્ટર વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. અમૂલ દ્વારા આવી કોઈ જ સેવા બંધ કરવામાં આવશે નહીં. કોરોના વાયરસને લઈને દેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં સોશિયલ મીડિયામાં પણ ફેકન્યૂઝ ખૂબ ઝડપથી ફેલાવવા લાગી છે…ત્યારે આવી અફવાઓથી દૂર રહેવા પણ સરકાર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે..

Share This Article