ભાજપ-કોંગ્રેસના નેતા એક મંચ પર

admin
1 Min Read

73માં સ્વતંત્રતા પર્વ નિમિતે અમરેલીમાં દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક જિમના ઉદ્ઘાટન-લોકાર્પણ પ્રસંગમાં ભાજપ કોંગ્રેસના બે નેતાઓ ઘણા લાંબા સમયે ભેગા થયા હતા અને જિમનું લોકાર્પણ કર્યું હતું.

અમરેલી શહેરના લોકોના શરીર સુદ્રઢ રહે તે માટે અમરેલી નગરપાલિકા દ્વારા દોઢ કરોડના ખર્ચે મેગાસીટીમાં જોવા મળતા આધુનિક જિમનું લોકાર્પણ ઉદ્ધાટન નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને સાંસદ નારણ કાછડીયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં સામસામે લડેલા ભાજપ કોંગ્રેસના મહારથીઓ ચૂંટણી પરિણામ બાદ પ્રથમવાર એકસાથે જોવા મળ્યા હતા. અમરેલી પાલિકાના ઉદ્ધાટન પ્રસંગમાં બન્ને નેતાઓ સાથે એકમંચ પર હોવાનો આ પ્રથમ પ્રસંગ હતો. દોઢ કરોડના ખર્ચે જીમ અને 60 લાખના ખર્ચે ટેનીસકોર્ટ બનાવીને પાલિકાની વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા ભાજપ કોંગ્રેસના બન્ને નેતાઓને એકમંચ પર લાવ્યા હતા

જણાવી દઈએ કે સિનિયર સીટીઝન પાર્ક બાદ 75 વર્ષ જૂની આ અખાડાની જગ્યામાં આધુનિક જિમ તૈયાર કરયું છે. જેમાં 25 લાખની સાંસદ કાછડીયાની ગ્રાન્ટ સાથે નેતા વિપક્ષ ધાનાણીની ગ્રાન્ટમાંથી લેડીઝ જેન્ટસ માટે જિમનેશિયમ બનાવવામાં આવ્યું છે.

Share This Article