બગસરા: નવીન એસટી સ્ટેન્ડનું કરાયું લોકાર્પણ

admin
1 Min Read

બગસરા શહેરમાં અતિ આધુનિક નવનિર્માણ એસ.ટી બસ સ્ટેન્ડનુ ઉર્જા મંત્રી સૌરભ પટેલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં થોડા સમય પહેલા નવીન એસ.ટી બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જે હવે સંપૂર્ણ પૂર્ણ થઇ જતાં ગુરુવારે કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલે લોકાર્પણ કરી ખુલ્લુ મુક્યું હતું. આ પ્રસંગે બગસરા શહેરના આગેવાનો દ્વારા ઉર્જા મંત્રીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, બગસરા એસ.ટી.ના નિયામક, બગસરા વેપારી મહામંડળના સભ્યો તેમજ એસ.ટી.ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બગસરા એસ.ટી ડેપોના મેનેજર જોસના બેન જોષી દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના કામોની સરાહના કરી હતી.

Share This Article