વડોદરાના કરજણમાં જોવા મળી કોમી એક્તા

admin
2 Min Read

વડોદરાના કરજણ ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. સાંપ્રત સમયમાં જ્યારે હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે માનવતાના શત્રુઓ કોમી વૈમનસ્યના બીજ રોપી માનવતાના મૂલ્યોને હાનિ પહોંચાડી રહ્યા છે. ત્યારે વડોદરાના કરજણ નગર સેવા સદનના કોર્પોરેટર મોહમ્મદભાઈ સિંધીએ કરજણની મહમ્મદ નગરીમાં રક્ષાબંધન પર્વને એક નવતર રીતે  કોમી એકતાના સંદેશ સાથે હિન્દુ- મુસ્લિમ સંપ્રદાયના લોકોને સાથે લઇ ઉજવણી કરી માનવતાના શત્રુઓને કોમી એકતાનો એક અનુપમ સંદેશ આપ્યો હતો.  આ પ્રસંગે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના ગૌરક્ષા સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ મોહંમદ ફૈઝખાને રક્ષાબંધનના પાવન પર્વને હિન્દુ-મુસ્લિમ સંપ્રદાયના લોકોએ સાથે મળી ઉજવણી કરી એ માટે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કરજણ ખાતે એક વાત સિદ્ધ થઈ ગઈ છે કે અમારા દેશને જાતિના નામ પર વહેંચવાના કોઈ પણ પ્રયાસો કરે અમે વહેંચાવાના નથી અમે જોડવાવાળા લોકો છે તોડવાવાળા નથી. મુસ્લિમ બહેનોએ હિન્દુ ભાઈઓને તથા હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધી એ સંદેશ આપ્યો છે કે અમે એક છે એક હતા અને એક રહીશું. કરજણ નગરના કોર્પોરેટર મોહમ્મદ સિંધીએ પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે સર્વે હિન્દુ – મુસ્લિમ ભાઇઓને શુભકામનાઓ પાઠવી હતી ખૂબ જ ઉલ્લાસભર્યા માહોલમાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકોએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભરૂચના ઇખર ગામના મુસ્લિમ રાષ્ટ્રીય મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ સલીમખાન પઠાણ પણ ઉપસ્થિત રહ્યા હતા…

Share This Article