વડગામમાં સ્વતંત્રતા દિને થયો વિવાદ

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કલેડા ગામમાં આવેલી અંજુમન શાળામાં સ્વતંત્રતા પર્વના દિવસે વિવાદ થયો છે. સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી ‘વંદે માતરમ્’ ન ગાવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ગ્રામલોકોએ એસપી કચેરી પહોંચી શાળાના પ્રમુખ સામે કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. આ ઉપરાંત જ્યારે ગામલોકો આ બાબતે શાળાના પ્રમુખ સાથે વાત કરવા ગયા ત્યારે પ્રમુખે તેમની સાથે ઉદ્વતાઈભર્યું વર્તન કર્યું હતું. એટલુ જ નહીં, ગામ લોકોને જે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી. આ મામલે ભાજપના અગ્રણી અને શાળાના સંચાલકો આમને સામને આવી ગયા હતા. ચાલુ કાર્યક્રમમાં થયેલ વિવાદનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. આ મામલે ભાજપના કાર્યકરો અને વાલીઓએ વડગામ પોલીસ મથકે લેખિતમાં ફરીયાદ નોંધાવી છે.

Share This Article