વડોદરામાં એક સાથે 17 પોઝિટિવ કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 94 કેસ નોંધાતા રાજ્ય સરકારની ઊંઘ હરામ

admin
1 Min Read

રાજ્યમાં પહેલા અમદાવાદે એક સાથે 50 કેસનો ઝાટકો આપ્યા બાદ હવે મોડી સાંજે વડોદરામાં 17 પોઝિટિવ કેસનો વિસ્ફોટ થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજ્યમાં 24 કલાકમાં કુલ 94 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્ય સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો પણ વધીને 280 પર પહોંચી ગયો છે…..

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે…
વડોદરામાં જેમાં નાગરવાડા વિસ્તારમાંથી એકસાથે 17 કેસ આવ્યાં હતાં અને કચ્છમાંથી પણ એક કેસ કોરોના પોઝિટિવ કન્ફર્મ થયો હતો.

આમ સરકારની પ્રેસ કોન્ફરન્સ બાદ નવા 18 કેસ આવ્યાં હતાં જેથી રાજ્યમાં 24 કલાકમાં કુલ 94 કેસ જોવા મળ્યાં હતાં. આમ રાજ્યમાં મોડી રાત સુધી કુલ 280 કેસ નોંધાયા છે.

Share This Article