દિલ્લીની જેમ ગુજરાતના આ શહેરમાં પણ મળી હતી જમાત?

admin
1 Min Read

દિલ્હીની નિઝામુદ્દીન મરકજ માંથી નીકળેલા સેંકડો લોકોએ  અનેક લોકોને ચેપ લગાવ્યો છે. ત્યારે વડોદરામાં આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી મરકઝ મળી હોવાનો પર્દાફાશ  થયો છે.

14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા વિસ્તારના સૈયદપુરામાં તબલિગી મરકજ મળી હતી. જેમાં મુંબઇ જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 3 જમાતના 22 લોકો વડોદરા આવ્યા હતા…આંધ્રપ્રદેશની જમાતના 7 લોકો હજી પણ વડોદરામાં જ હોવાનું જાણવા મળ્યું છે. તો વડોદરાની 6 જમાત શહેર બહાર ગઈ હતી… 6 જમાતના 77 લોકો મરકજ માટે બહાર ગયા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે…

દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે દિલ્લીના હજરત નિઝામુદ્દીન મરકજમાં મુસ્લિમો મળ્યા હતા. 1થી 15 માર્ચ સુધી તબલીગી એ જમાતની બેઠકમાં મુસ્લિમોએ ભાગ લીધો હતો. જેમાં દેશના અલગ અલગ રાજ્ય અને વિદેશમાંથી મળીને કુલ 1830 લોકોએ ભાગ લીધો હતો. દિલ્લીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. એકથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતા સરકારના આદેશનું ઉલ્લંઘન કરી લોકો એકઠા થયાં હતા. જેથી સરકારે લાલ આંખ કરી હતી, સરકારના આદેશના ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધાઇ હતી.

 

Share This Article