સ્વતંત્રાતા દિવસના આગલાં જ દિવસે ડ્રાય સ્ટેટ ગુજરાતના ધજીયા ઉડાડતો વીડિયો વાયરલ થયો હતો. સુરતમાં ખુલ્લેઆમ ચાલતાં દારૂના અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતના વલ્લભનગર શાકમાર્કેટમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે એવો વીડિયો સુરતના જાગૃત નાગરિકે બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
આ વીડિયોમાં વલ્લભનગર શાકમાર્કેટમાં શાકભાજીના વહેચાણની નજીક જ દારુડિયાઓ દારૂ પી રહ્યા છે. જ્યારે બુટલેગરો દારૂ પણ આપી રહ્યો છે. અગાઉ પણ વલ્લભનગર શાકમાર્કેટમાં દારૂનો અડ્ડો ચાલે છે તેવો વીડિયો વાયરલ થયો હતો પરંતુ ઉંઘતી પોલીસ કંઈ કરી ના શકી.
નવાઈની વાત તો એ છે કે પુણા વિસ્તારનું પોલીસ સ્ટેશન વલ્લભનગરથી વોકીંગ ડિસ્ટન્ટ પર છે છતાં પણ પોલીસને ખબર જ નથી કે અહીં આટલાં મોટા અડ્ડાઓ ચાલે છે. જો કે એવી શક્યતા પણ સેવાઈ રહી છે કે આ બુટલેગરો અને દારૂડિયાઓ પર કોઈ મોટા માથાનો હાથ છે જેથી પોલીસ પણ પગલાં ભરતાં ડરે છે.
