ગુજરાતમાં કોરોના બન્યો “fast and furious”, પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના વધુ 127 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આ અંગેની જાણકારી આપી હતી. રાજ્યમાં નવા 127 કેસ નોંધાતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો રાફડો વધીને 2066 પર પહોંચ્યો છે.

જ્યારે આજે વધુ 6 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. તો અત્યાર સુધીમાં 131 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં વધુ 50 કેસ, સુરતમાં 69 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અરવલ્લી-ગીરસોમનાથ-ખેડા-તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.

જ્યારે રાજકોટ-વલસાડમાં 2, તાપીમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે જે દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે તેમાં ભાવનગરમાં એક દર્દી અને અમદાવાદમાં પાંચ દર્દીના મોત નિપજ્યા છે.  હાલ ગુજરાતમાં જે કેસ નોંધાયા છે તેમાં 1839 લોકોની સ્થિતિ સારી છે. જ્યારે 19 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

Share This Article