અમરેલીમાં રાજુલાના પીપાવાવ પોર્ટ પર ગેસ કન્ટેનરોની પાંચ કિમી સુધીની લાંબી લાઈનો જોવ મળી હતી. આ પોર્ટ પર ગેસ વેસલ આવેલ હોવાથી મસમોટા ગેસ કન્ટેનરોએ બે દિવસ સુધી ઘામાં નાખ્યા હતા. અમરેલી રાજુલાની આજુબાજુ કોઈ ગેસ વેસલ આવ્યું ન હોવાથી કન્ટેનરો LPG ગેસ ભરવા પીપાવાવ પોર્ટ પર ઉમટી પડ્યા હતા અને લાંબી કાતર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમેરેલી-ભાવનગર પીપાવાવ સ્ટેટ હાઈવે પર LPG ગેસ કન્ટેનરોની લાઈનના કારણે એક બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. પાંચ કિમી લાંબી લાઈના કારણે ટેક તરફ જ ચાહન ચાલકોની અવરજવર ચાલુ હતી અને એક તરફનો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. LPG ગેસ કન્ટેનરોની રોડ પર સ્થિર લાઈનો જોવા મળી હતી. અને ત્યાં આવેલી આજુબાજુની હોટલોમાં ડ્રાઈવરોનો જમાવડો જોવા મળ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -