ગીર અને અમરેલી પંથકના સિંહોના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. અનેકવાર સિંહોના લટાર મારતા વીડિયો પણ વાયરલ થતા હોય છે. તો ક્યારેક રસ્તા વચ્ચે આરામ ફરમાવતો વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે સતત ધમધમતા અમરેલી-રાજુલાના પીપાવાવ બી.એમ.એસ હાઇવે પરનો વિડીયો વાયરલ થતા સિંહોની સુરક્ષા મામલે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે બાઈક સવાર ચાલુ બાઈકે સિંહોનો વિડીયો બિન્દાસ ઉતારી રહ્યો છે. અને રોડ પરની બંને બાજુએ સિંહો ચાલી રહ્યા છે. ત્યારે સિંહોની સુરક્ષાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બી.એમ.એસ.માર્ગ પીપાવાવ રોડ નજીક જાણે સિંહોનું નિવાસસ્થાન હોય તેમ અવારનવાર સિંહો અહીં લટાર મારવા નીકળી પડતા હોય છે. અને અહીં ભૂતકાળમાં ભારે વાહનોના અકસ્માતના લીધે સિંહોના મોત થયા હોવાના પણ દાખલાઓ છે ત્યારે રસ્તાની વચ્ચે ચાલુ બાઈકે આ શખ્સ વિડીયો ઉતારી રહ્યો છે.
