ભરૂચમાં બુટલેગરોએ પોલીસ પર કર્યો હુમલો

admin
1 Min Read

હાલ દેશભરમાં કોરોના વાયરસની મહામારીને લઈ  ઠેર ઠેર કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા  જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેવામાં ભરુચમાં પોલીસ તંત્ર દ્વારા કડક અમલ કરાવવા માટે કાવી પોલીસ સ્ટેશનના એલ. આર. પી.સી. ભરતભાઇ રામજીભાઇ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીદારની બાતમી મળી હતી કે, ગામના મોટા ફળિયામાં રહેતા ગૌતમભાઇ ગણપતભાઇ ગોહિલ દુકાન પાસે દેશી દારૂનુ વેચાણ કરે છે.

 

દારૂ બાબતે દુકાનમાં તપાસ કરવા જતાં આરોપી ગૌતમ તથા અર્જુન અને વિનોદે પોલીસ ફરજમાં રૂકાવટ ઉભી કરીને દખલગીરી કરી કોલરથી પકડી શર્ટના બટન તોડ્યા હતા. કાવી પોલીસ રેડ કરવા જતા બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહત્વનું એ છે કે, જંબુસર તાલુકાના કોરા ગામે બુટલેગરોએ પોલીસ પર હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે બાબતે કાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે.

Share This Article