અમરેલી જિલ્લો હજી સુધી કોરોના મુક્ત, અમરેલીની પ્રજા માની રહી છે પ્રશાસનનો આભાર

admin
1 Min Read

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. દેશની વાત કરવામાં આવે તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જિલ્લાઓમાં હજી સુધી કોરોના વાયરસ નથી પ્રવેશી શક્યો. ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે..

ગુજરાતમાં ગુરુવાર સુધી પાંચ જિલ્લા એવા હતા જ્યાં કોરોના પ્રવેશ્યો નહતો. પરંતુ 24 કલાકમાં ડાંગ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાએ દસ્તક આપી દેતા હવે રાજ્યના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી નોંધાયો. જેમાં અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢનો સમાવેશ થાય છે. ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર, આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ પ્રશાસનનો લોકો આભાર માની રહ્યા છે.

અમરેલી જિલ્લા સહિત રાજ્યમાં હાલ લોકડાઉન છે તેવામાં અમરેલી જિલ્લાના રાજુલાની ધ્રુવી હર્ષદભાઈ કાસાવલા નામની યુવતિએ વિડિયોના માધ્યમથી તેના અને તેના પરિવાર તરફથી જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસની કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો..

Share This Article