સુભાષચંદ્ર બોઝના જીવન પર ફિલ્મ ‘ગુમનામી’નું ટીઝર તથા ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો… .. આ ફિલ્મ નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત છે. ફિલ્મનું ડિરેક્શન નેશનલ એવોર્ડ વિનર ફિલ્મમેકર શ્રીજીત મુખર્જી કરી રહ્યાં છે. ફિલ્મમાં લીડ રોલમાં બંગાળી હીરો પ્રોસેનજીત ચેટર્જી છે. ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં દુર્ગા પૂજા દરમિયાન રિલીઝ કરવામાં આવશે….નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ હંમેશા વિવાદમાં રહ્યું છે. કહેવાય છે કે 18 ઓગસ્ટ, 1945માં પ્લેન ક્રેશમાં નેતાજીનું નિધન થયું હતું. જોકે, સ્વતંત્રતા બાદ ભારત સરકારે આ ઘટના અંગે તપાસ સમિતિ નીમી હતી. આ તપાસ સમિતિએ કહ્યું હતું કે નેતાજીનું અવસાન તે પ્લેન ક્રેશમાં થયું હોય તેવા કોઈ પુરાવા નથી…. માનવામાં આવે છે કે નેતાજીનું અવસાન તે પ્લેન ક્રેશમાં થયું નહોતું. તેઓ જાપાન સરકારની મદદથી અન્ડરગ્રાઉન્ડ થયા હતાં. લાંબા સમય સુધી રશિયામાં છુપાઈને રહ્યાં હતાં. ભારત આઝાદ થતાં તેઓ પરત આવ્યા હતાં અને યુપીના ફૈઝાબાદમાં ‘ગુમનામી બાબા’ ઉર્ફે ભગવનજી નામ રાખીને રહ્યાં હતાં.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -