રવિ શાસ્ત્રી બન્યા ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ – ફરીએકવાર કરશે ટીમ ઇન્ડિયાની આગેવાની

admin
2 Min Read

રવિ શાસ્ત્રી ફરી એક વખત ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ બનાવવામાં આવ્યાં છે. પુર્વ કેપ્ટનની આગેવાની વાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ ઈન્ટરવ્યું લીધું. મુંબઈમાં ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા તેની ઘોષણા કરવામાં આવી……મુખ્ય દાવેદારીમાં ટોટલ છ નામ રોબિન સિંહ, માઈક હેસન, લાલચંદ રાજપુત, ફિલ સિમંસ, ટોમ મુડી અને રવિ શાસ્ત્રીનું નામ હતું. સિમંસે શુક્રવારે પોતાનું નામ પરત લીધું હતું…….શાસ્ત્રીના માર્ગદર્શનમાં જુલાઈ 2017થી ભારતે 21 ટેસ્ટમાં 13માં જીત મેળવી છે. ટી-20માં 36 મેચમાંથી 25 મેચમાં જીત મેળવી છે. જ્યારે વન-ડેમાં 60 માંથી 43 મેચમાં જીત મેળવી છે. જો કે વર્લ્ડ કપમાં ટીમ સેમી ફાઇનલથી આગળ વધી શકી ન હતી. આ પછી ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે…..આ બાબત કપિલ દેવએ કહ્યું ત્રણ ઉમેદવાર- રવિ શાસ્ત્રી, માઈક હેસન અને ટોમ મૂડી વચ્ચે ગળાકાપ ટક્કર હતી. અમારા રેન્કિંગમાં શાસ્ત્રી પ્રથમ, હેસન બીજા અને મૂડી ત્રીજા સ્થાને રહ્યો હતો. જયારે અંશુમાન ગાયકવાડે કહ્યું હતું કે શાસ્ત્રી ટીમને, ટીમની પ્રોબ્લમને અને સિસ્ટમને સારી રીતે જાણે છે. તેણે બહુ સારી રીતે ટીમ ઇન્ડિયા માટે પોતાનું વિઝન પ્રેઝન્ટ કર્યું હતું. તેથી અમે તેની પસંદગી કરી છે….વાત કરીએ આ પદ વિશે તો બીસીસીઆઈના મતે તેમની પાસે કોચ પદ અને સપોર્ટ સ્ટાફ માટે 2000થી વધારે અરજીઓ આવી હતી. શાસ્ત્રી 2017માં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે જોડાયા પછી રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. આ દરમિયાન ભારતે ગત વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી……

Share This Article