અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં કંઈક એવું બન્યું કે જેણે તમામને આશ્ચર્યચકિત કર્યા. હાઇવે પર એક પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ, વિમાનને રોડ પર ઉતરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને રસ્તા પરથી ભાગી ગયા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક નાનું વિમાન બિઝી રોડ પર ઉતર્યું હતું. ઓથોરિટીએ કહ્યું કે કેઆર 2 વિમાને હાઈવે પર ઇમર્જન્સી લેન્ડિંગ કર્યુ કારણ કે તેમાં ફ્યુઅલ સિસ્ટમ ખામી સર્જાઇ હતી. વોશિંગ્ટન સ્ટેટ પેટ્રોલના જોના બાટિસ્ટેએ કહ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. તેણે વીડિયો અને ફોટા શેર કર્યા છે. જોઇ શકાય છે કે વિમાન હાઇવે પર લેન્ડ કરી રહ્યું છે. ઉતરાણ પછી વિમાન રેડ લાઇટ પર ઉભુ રહી જાય છે અને પાયલોટ હાથથી વિમાનને ખેંચીને બાજુમાં રાખે છે. જોના બટિસ્ટે ફોક્સને આ ઘટના વિશેની માહિતી સાથે કહ્યું – ‘તે જાણતો હતો કે તેણે કટોકટી ઉતરાણ કરવું પડશે અને તે સુરક્ષિત રીતે કરવામાં સક્ષમ હતું. તે ખૂબ જ ભાગ્યશાળી ઘટનાઓની શ્રેણી હતી. ટ્રાફિક બંધ કરાયો હતો અને વિમાન પણ કોઈપણ વાહન અથવા પદયાત્રીઓના સંપર્કમાં આવ્યું ન હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -