ઝાલોદમાં લોકડાઉનનો અમલ, લોકોએ સામાજિક અંતર જાળવ્યું

admin
1 Min Read

સમગ્ર ભારતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝીટીવ કેસોનું પ્રમાણ વધતું જાય છે. આ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં ત્રીજું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉન દરમિયાન પોલીસ તંત્ર સાથે આરોગ્ય વિભાગ પણ ૨૪ કલાક ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યું છે. તેવામાં દાહોદમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ જોવા મળી રહ્યો છે.

દાહોદ જીલ્લામાં આવેલા ઝાલોદનાં સંજેલી શહેરમાં લોકો કલેકટરનાં જાહેરનામાની અમલવારી કરી રહ્યા હતા. ત્યારે ઝાલોદમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાન ખોલવામાં આવી રહી છે અને તમામ બિનઆવશ્યક દુકાનો બંધ રાખવામાં આવી હતી. તમામ જગ્યાએ સામાજિક અંતર રાખવામાં આવી રહ્યું છે અને બધાએ મોઢા પર ફરજીયાત માસ્ક પહેર્યા છે. આમ ઝાલોદનાં સંજેલી શહેરમાં લોક ડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં અઆવી રહ્યું છે.

Share This Article