રાજસ્થાનના માઉન્ટ આબુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ધોધ વહેવા લાગતા માઉન્ટ આબૂમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદથી માઉન્ટ આબૂનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠયું છે. તો આબુરોડની બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં પાણીની આવક થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે ભારે વરસાદના કારણે માઉન્ટ આબુના જાહેર માર્ગ પર પહાડ પરથી ભેખડો ધસી આવી હતી અને વાહન વ્યવહારને અસર થઈ હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહતી. બનવાની જાણ થતા પાલિકા દ્વારા શીલાઓ અને ઝાડ હટાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. મહત્વનું છે કે ગુજરાતમાં અત્યારે સુધીમાં જરૂરીયાતનો ૮૮ ટકા વરસાદ પડ્યો છે અને રાજ્યના એંસી ટકાથી વધારે પાણી સંગ્રહાલયો ભરાઇ ચુક્યા છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે માઉન્ટ આબુમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -