વડોદરામાં પોલીસકર્મીઓની પ્રશંસનીય કામગીરી , ભારે તાપમાનમાં વાહનચાલકોનું કરાયું ચેકિંગ

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીના સંદર્ભમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે વડોદરાનાં ડભોઇ નગર વિસ્તારના વેગા, ભાગોળ, એસટી ડેપો રોડ અને સ્ટેશન રોડ વગેરે વિસ્તારોમાં સતત ખડે પગે કામગીરી કરતા પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ,  આરોગ્ય વિભાગ અને નગરપાલિકાના કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન છેલ્લા કેટલાય દિવસોથી પ્રજાના હિત માટે માટે ફરજ બજાવી રહ્યા છે.

પોતાનું ઘર અને પરિવારને છોડીને વધુ ડીગ્રી તાપમાન વચ્ચે જમવાના સમય પર જમતા જમતા રોડ ઉપર અવર જવર કરતા વાહન ચાલકોનું ચેકિંગ કરી રહ્યા છે. આમ, પોલીસકર્મીઓ કોરોના મહામારીની ગંભીરતા સમજાવતા નજરે પડ્યા હતા. ત્યારે હોમગાર્ડ જવાન, પોલીસકર્મી અને જી.આર.ડી.ના જવાનો અને રેવન્યુ વિભાગ લોકડાઉન હોવા છતા બિનજરૂરી લોકો વાહનો લઇને અવરજવર કરતા હોય તેઓને ખાસ અપીલ કરી રહ્યા છે કે, જરૂર વગર બહાર નીકળવું નહી અને પ્રશાસનને સહયોગ આપવો તેવી સૂચનાઓ આપી રહ્યા છે.

Share This Article