બાબરાના ધરાઈ ખાતે થઈ ચોરી

admin
1 Min Read

અમરેલી જીલ્લ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામે આવેલી શ્રી ગિરીરાજજીની હવેલીમાં તા.14મી ઓગસ્ટની રાત્રીના ચાર બુકાનીધારી લૂંટારુઓ ત્રાટકયા હતા અને બે દાનપેટીમાંથી રૂ.10 હજારની રોકડ તથા એક લોખંડના પતરાના ડબ્બામાંથી ત્રણ જોડી છડા, ત્રણ જોડી ઝાંઝરી, સોનાની વીટી, એક નથડી, બે સોનાના દોરા, ચાર ચાંદીની ગાય અને બે નાના પાકીટ કે જેમા રૂ.1.1પ લાખની કિમતના સોના-ચાંદીના દાગીના અને હવેલીમાં ગિરીરાજજીની આરતી ચાંદીની રૂ.રપ હજારની કિમતની મળી કુલ રૂ.1.80 લાખની માલમતાનો હાથફેરો કરી નાસી છૂટયા હતા.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને હાથ ધરેલી તપાસમાં હવેલીમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં ચારેય બુકાનીધારી કેદ થઈ ગયા હતા અને પહેલા હવેલીની બાજુમાં આવેલી દુકાનમાં હાથફેરો કર્યા બાદ હવેલીમાં ઘૂસ્યા હતા. પોલીસે હવેલીમાં સેવાપૂજા કરતા મુખ્યાજી પરિવારના વિરલ ગુલાબરાય જોષીની ફરિયાદ પરથી ચાર બુકાનીધારી વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. નજીકના વિસ્તારમાંથી પરચુરણ સહિતની દાનપેટી મળી હતી. પોલીસે રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article