અમરેલીના રાજુલાના ચાંદલીયા ડુંગરાના મહંતે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. મહંત લવકુશબાપુએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં તેમણે ન્યાય મેળવવાની વાત કરી છે. મહંત મોટી તાકાતોના શિકાર બન્યા હોવાનું વીડિયોમાં જણાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં મહંત લવકુશમુનીને પદાર્થ ખવડાવ્યો હોવાથી નસો ફુલતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. મહંતે ન્યાયની માંગ સાથે વડાપ્રધાન, મુખ્યમંત્રી, કલેકટર, સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સુધી વીડિયો પહોંચવા લોકોને ટકોર કરી છે. મહંતનો આ વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. મહંતને કોનાથી ખતરો છે, કોણ તેમને નુકશાન પહોંચાડવા માંગે છે વગેરે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જોકે આ વિડીયોની બાદ રાજુલા પોલીસ દ્વારા મહંતની કરી અટકાયત કરી દેવામાં આવી હતી.
જણાવી દઈએ કે પાંચ વર્ષ પહેલા બનાસકાંઠામાં આ મહંત લવકુશમુની પર એક મહિલાની છેડતીનો આરોપ હતો ત્યારે પકડવા ગયેલી પોલીસ સામે મહંતે લિંગ કાપી નાખ્યું હતું.
