ગુજરાતના પ્રવાસીઓ રિવર રાફ્ટિંગનો રોમાંચ માણવા માટે રાજ્ય બહાર જતા હોય છે. પરંતુ ગુજરાતના રિવર રાફ્ટિંગના શોખીનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી ખાતે રિવર રાફ્ટિંગની સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં પહેલીવાર આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. ટુરિઝમને વેગ આપવા નર્મદા નદીમાં CM વિજય રૂપાણીએ લીલી ઝંડી બતાવીને રિવર રાફ્ટિગ શરૂઆત કરી છે. નર્મદામાં 1 હજારની ટિકીટમાં 5 કીલોમીટરના રૂટમાં લોકો રિવર રાફ્ટિંગની મજા માણી શકશે. રાજ્યમાં પહેલીવાર આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો લાભ પ્રવાસીઓને 1લી સપ્ટેમ્બરથી મળશે. આ સુવિધાનો પ્રારંભ નર્મદા નદીના કાંઠે આવેલા ખલવાણી ગામેથી કરવામાં આવ્યો છે. રિવર રાફ્ટિંગ 5 કિ.મી. વિસ્તારમાં હશે. જે ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધી હશે. આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં આજથી ફ્રી WIFIની સુવિધા પણ મળશે. CM રૂપાણીએ પરિસરમાં WIFIની સેવાનો પ્રારંભ કર્યો છે. આ સુવિધાઓ શરૂ થતા હવે પ્રવાસીઓમાં વધારો થાય તેવી શક્યતા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -