ભારતમાં 3 કાર લોન્ચ થશે – કિંમત રૂ. 5થી 17 લાખ

admin
2 Min Read

ભારતમાં આગામી સપ્તાહે 3 નવી કાર લોન્ચ થવા જઈ રહી છે. હ્યુન્ડાઈની ગ્રાન્ડ આઈ10 નિઓસનુ લોન્ચિંગ દિલ્હીમાં 20 ઓગસ્ટના થશે. મારૂતિ સુઝુકીની એક્સેલ 6 21 ઓગસ્ટના લોન્ચ થશે. જ્યારે 22 ઓગસ્ટના કિઆની સેલ્ટોસ લોન્ચ થવા જઈ રહી છે.

કિઆની સેલ્ટોસ 16 જુલાઇથી બુકિંગ શરૂ થયુ હતું. કિઆ સેલ્ટોસ 5 સીટર એસયુવી છે. સેલ્ટોસનુ પ્રિ-બુકિંગ 16 જુલાઈથી શરૂ થઈ ચૂક્યુ હતું. બુકિંગના પ્રથમ દિવસે જ 6 હજારથી વધુ બુકિંગ નોંધાયા છે. સેલ્ટોસ બે અલગ ડિઝાઈનમાં ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 11 લાખથી 17 લાખ સુધીની છે.એન્જિનના 3 વિકલ્પ રહેશે. 138 એચપી પાવર ધરાવતા 1.4 લિટર પેટ્રોલ ટર્બોચાર્જ્ડ, 115 એચપી પાવર-1.5 લિટર પેટ્રોલ અને 113 એચપી પાવર ધરાવતા 1.5 લિટર ડિઝલ એન્જિન ઉપલબ્ધ છે. 10.25 ઈંચ ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નેવિગેશન સેફ્ટી સિક્યોરિટી ફીચર પણ ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઇ ગ્રાન્ડ I-10 નિઓસ લોન્ચ થશે, 7 ઓગસ્ટથી બુકિંગ શરૂ થયુ હતું, કિંમત રૂ. 5 લાખથી શરૂ થવાનો અંદાજ કારનુ બુકિંગ 7 ઓગસ્ટથી શરૂ થયુ છે. કારને ખાસ ભારત માટે નવુ નામ ગ્રાન્ડ આઈ-10 નિઓસ આપવામાં આવ્યુ છે. જ્યારે વૈશ્વિક માર્કેટમાં તેનુ નામ આઈ10 રહેશે. કિંમત રૂ. 4.98 લાખથી રૂ. 7.63 લાખ છે.

નવી ગ્રાન્ડ આઈ10 નિઓસમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.2 લિટર ડિઝલ એન્જિન ઉપલબ્ધ છે. બંને એન્જિન બીએસ6 એમિશન નિયમો અનુરૂપ રહેશે. સિગ્નેચર કાસ્કેડિંગ ગ્રિલ, મોટુ બમ્પર કોમ્પેક્ટ અને સ્પેશિયસ ઈન્ટિરિયર ટચ સ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ એબીએસ અને ડ્યુઅલ એરબેગ્સ ઉપલબ્ધ છે.

મારૂતિ સુઝુકીની એક્સએલ6 કારમાં બીએસ-6 પાવર્ડના 15 પેટ્રોલ એન્જિન છે. કાર સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજી લેસ રહેશે. કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સનો વિકલ્પ મળશે. જેની અંદાજિત કિંમત રૂ. 8 લાખ છે. ​ડુઅલ એરબેગ એબીએસ (એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ), ઈબીડી (ઈલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન) ફ્રન્ટ સીટ બેલ્ટ સાથે પ્રી ટેન્શનર એન્ડ ફોર્સ લિમિટર, હાઈ સ્પીડ વોર્નિંગ એલર્ટ, ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાન્ડર, રિવર્સ પાર્કિંગ સેન્સરની સુવિધા આપવામાં આવી છે.

Share This Article