રાજકોટમાં ઓનલાઈન ચીટિંગ કરતી ગેંગનો પર્દાફાશ

admin
1 Min Read

ઓનલાઇન ચિટીંગ માટે કુખ્યાત એવા ઝારખંડના જમતારા કનેક્શનનો રાજકોટ રૂરલ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. રાજકોટમાં રહેતા એક વેપારી સાથે પેટીએમના નામથી છેતરપિંડી થઇ હતી. જોકે વેપારીની સમયસૂચકતાને કારણે શાપરથી જમતારાના કનેકશનનો પર્દાફાશ થયો છે.

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સોના નામ છે ડાર્વીન માંકડીયા અને અમીતસીંગ માન. આ બંન્ને શખ્સો ઝારખંડના જમતારા ગેંગ સાથે જોડાયેલા છે અને ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીનો ગોરખધંધો કરી રહ્યા હતા.

રાજકોટના જલારામ સોસાયટીમાં રહેતા નિરવ ઉદેશી નામના વેપારીને એક ફોન આવ્યો હતો, જેમાં પેટીમ (Paytm) નામની એપ્લિકેશનના કેવાયસી અપડેટ કરવા માટે ફોન આવ્યો હતો અને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહ્યુ હતુ. નિરવભાઇએ આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતાની સાથે જ તેના એકાઉન્ટમાં રહેતા 5 હજાર રૂપિયા ઉપડી ગયા હતા.

જોકે જ્યારે આ રૂપિયાથી પેટીએમ મારફતે મોબાઇલ રિચાર્જ અને વીજ બીલ ભરવામાં આવ્યુ હતુ. જે મોબાઇલ રિચાર્જ કરવામાં આવ્યુ હતુ તે શાપરની પટેલ ટેલિકોમ નામની કંપની દ્વારા કરવામાં આવ્યુ, જેના આધારે નિરવભાઇએ પોલીસનો સંપર્ક કર્યો અને ડાર્વીન માંકડિયા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસની કબૂલાતમાં ડાર્વીને જામનગર રહેતા તેના સાગરિત અમીતસિંગ માનનું નામ કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે તેને પણ પકડી પાડ્યો હતો.

Share This Article