કવર વર્ઝન “તમે વહાલ નો દરિયો” થયું વાઈરલ – સાંત્વની ત્રિવેદીનો અવાજ અને પ્રિયા સરૈયાના શબ્દોએ લોકોનું દિલ જીતી લીધું

admin
3 Min Read

છેલ્લા બે મહિનામાં ભારતમાં લોકડાઉને લોકોનું જીવન સામાજિક, આર્થિક અને ભાવનાત્મક રીતે બદલી નાખ્યું છે.કોરોના મહામારીના સમયમાં સંગીત ક્ષેત્રે પણ સ્થિરતા અનુભવી છે, સંગીત ક્ષેત્રે હાલ એવો એક વર્ગ છે જે એવું માને છે કે સંગીતની રચના કરવા માટે સ્ટુડીઓ સેટ અપ હોવું જોઈએ રેકોર્ડીંગ માટે સારા ડીવાઈઝ હોવા જોઈએ અને ખાસ વિડીઓ આલ્બમ કરવા સારા સેટ તૈયાર કરવા પડે.

આ બધી માન્યતાઓ ને નેવે મૂકી ને આજની નવી પેઢીના ખ્યાતનામ કલાકાર જેઓ વાદલડી વરસી, લવ મેશ્પ અને એવા અનેક ગીતોથી લોકોના દિલમાં પોતાની એક અલગ જગ્યા બનાવી ચૂકેલ એક નાનકડા સીટી કે જ્યાં મોટા શહેરો જેવી સુવિધા અને તકનીકનો અભાવ છે એ જગ્યા પરથી ઘરમાં જ સામાન્ય રેકોર્ડીંગ સેટ કરીને એમના સાથી સંગીતના જાણકાર અને જાણીતા મ્યુઝીક ડીરેક્ટર સાથે ભેગા મળીને પ્રિયા સરૈયા , સચિન જીગરની રચનાનું કવર વર્ઝન લોન્ચ કર્યું જે આજ કાલ અનેક લોકોના મોબાઈલમાં વોટ્સએપ સ્ટોરીમાં, ટીકટોક વિડીઓમાં તથા સોસીયલ મેડિયામાં ધૂમ મચાવી રહ્યું છે.

આ વિષે વધુમાં જણાવતા સાંત્વની ત્રિવેદી જણાવે છે કે લોકડાઉનમાં કામ કરવાનું અમને એટલે વધારે અનુકુળ થયું કારણ કે આ કરવા માટે અમે માનસિક રીતે વર્ષોથી તૈયાર હતા ,અમે એવા શહેરથી આવીએ છે જ્યાં આ પ્રકારની સુવિધા છે જ નહિ કે અમે મોટા સેટ બનાવીએ સ્ટુડીઓ રેકોર્ડ કરીએ, એટલે આ અમારા માટે ખુબ સરળ બની ગયું. વધુમાં વિડીઓ બનવા માટે અમારા ઘર ના આંગણે અને અમારા ધાબે શૂટ કર્યું જેથી લોકડાઉનના નિયમ ના ભંગ પણ ના થાય

આ ગીત સાંત્વનીના અવાજમાં ત્યારે ખુબ પોપુલર થયું જયારે ફક્ત સાઉન્ડ ટેસ્ટમાં એક વખત એમને ગયું અને ખુબ વાઈરલ થયું , ત્યાર બાદ સોસીયલ મડિયામાં આના ફૂલ વર્ઝનની લોકોની ખુબ માંગ હતી અવાર નવાર લોકો કોમેન્ટમાં ફરમાઈશ કરતા હતા એ જ અરસામાં પ્રિયા સરૈયા અને સચિન જીગરજીએ આનું ફૂલ વર્ઝન લોન્ચ કર્યું જેથી એનું કવર વર્ઝન કરવાની પ્રેરણા મળી વધુમાં સાંત્વની જણાવે છે કે એ પોતે સંગીતના ગુજરાતના આ મહાનુભાવોના ખુબ મોટા ફેન છે અને ખુબ એમનો આદર કરે છે તથા એમને ફોલો કરે છે ..

સાંત્વની ત્રિવેદીથી પ્રેરણા લઇ ને આ લોકડાઉનનો આજ ના નવા પેઢીના કલાકારો ઘેર બેઠા જ સીમિત સંસાધનોમાં જ પોતાના ફિલ્ડમાં આગળ વધી શકે છે

Share This Article