ચીનની TIKTOKને ટક્કર આપી રહી છે ભારતની મિત્રોં એપ

admin
2 Min Read

ચીનની એપ્લિકેશન ટીકટોકની ટક્કરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવેલી મિત્રો એપ હાલ ખૂબ જ લોકપ્રિય બની રહી છે અને આ એપ રોજ 5 લાખ વખત ડાઉનલોડ થઈ રહી છે. ભારતની આ શોર્ટ વિડિયો મેકિંપ એપ લોન્ચ કરાયાના ગણતરીના દિવસોમાં જ ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી લોકપ્રિય એપ્સમાંથી એક બની ગઈ છે.

બહુ જ ઓછા સમયમાં મિત્રોં એપ ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે અને હાલ પ્લે સ્ટોર મુજબ તે ભારતની પોપ્યુલર એપ્સમાંથી એક બની ચૂકી છે. તેનું એક કારણ આ એપનું નામ પણ છે, કારણ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર તેમના ભાષણમાં મિત્રોં શબ્દનો ઉપયોગ કરતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, આ એપને એક મહિનાની અંદર 5 મિલિયન એટલે કે 50 લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. મિત્રોંની શરૂઆતની ડાઉનલોડ સ્પીડને જોઈએ તો તે ટિકટોકને ટક્કર આપતી જોવા મળી રહી છે.

અત્યારે પણ ટિકટોકના ભારતમાં આશરે 600 મિલિયન સબ્સક્રાઈબર્સથી ખૂબજ દૂર છે પરંતુ આનું આકર્ષક નામ અને સરખા ફોર્મેટના કારણે આ ટિકટોકને ભારે ટક્કર આપી શકે છે.

ટિકટોક ભારતમાં લોકપ્રિય છે પરંતુ પોતાના કન્ટેન્ટ અંગે તે વિવાદોમાં પણ રહી છે. અસભ્ય વસ્તુઓ અને વાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધી વિવાદો અંગે સરકાર પણ તેને નોટિસ મોકલી ચૂકી છે. તેમજ છેલ્લા ઘણા દિવસોમાં ટિકટોકનો સોશિયલ મીડિયામાં પણ મોટાપાયે બહિષ્કાર કરી તેને અનઈન્સ્ટોલ કરવાની એક પ્રકારે મૂહિમ પણ ચલાવવામાં આવી હતી.

Share This Article